વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ .યુવા સંસ્કૃતિક પ્રવુતિ વિભાગના મંત્રી મૂળુભાઈ, વિજ્ઞાન ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સુરતના કલાકારોનું સમ્માન હતું. બીજેપી સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ, ગુજરાત ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર વૈભવ દેસાઈ ના સંયોજન હેઠળ રંગભૂમિ, નાટ્ય,નૃત્ય, સંગીત સાથે સંકળાયેલા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ગુજરાત ગૌરવ એવોર્ડથી પુરસ્કૃત કપિલ દેવ શુક્લ(LAC MEMBER OF SPK SCOPA COLLEGE) તથા બિનિતા શાહ, (દૂરદર્શન ગ્રેડ "B" માન્યા કલાકાર,SPK SCOPA COLLEGE ભૂતપૂર્વ વિધાર્થી અને હાલ નૃત્ય વિભાગ ના અધ્યાપક), સાથે જ હિરલ બલસારા( SPK SCOPA COLLEGE ભૂતપૂર્વ વિધાર્થીની)નું સન્માન ગાંધીનગર વિધાન સભા ખાતે કરવામાં આવ્યું હતું.