Shri Pankaj Kapadia Sarvajanik College of Performing Arts

Nritya Natika


Nritya Natika



સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, ના નૃત્ય વિભાગના વિદ્યાર્થીઓ જેઓ નૃત્ય વિભાગના એચ. ઓ . ડી પ્રાધ્યાપિકા ચૈતા મિસ્ત્રી તથા વિનીતા શાહના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઇન પર્ફોર્મિંગ આર્ટસ ભરતનાટ્યમ ની તાલીમ લઈ રહ્યા છે . પરીક્ષાના ભાગરૂપે નૃત્યનાટિકા રાજવી દેસાઈ દ્વારા દિગ્દર્શિત અભિનીત નિયતે મંદોદરી ભજવવામાં આવી જેમાં મંદોદરીના પાત્રમાં રાજવી દેસાઈ નું નૃત્યાંકન પ્રેક્ષકોને અભિભૂત કરવામાં સફળ રહ્યું કાળના પાત્રમાં હિરલ બલસારા જેવો સ્કોપાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. તેમજ રાધા ગઢવી માનસી ઠક્કર અને ખુશી ચૌધરી દ્વારા નિયતે મંદોદરી નૃત્ય નાટિકાને સફળ ન્યાય આપવામાં આવ્યો. પ્રકાશ સંચાલન નાટ્ય વિભાગના બેચલર ડિગ્રીમાં અભ્યાસ કરનારા તન્મય સાવલે દ્વારા કરવામાં આવ્યું.

ત્યારબાદ માસ્ટાર પાર્ટ ૨ ની વિદ્યાર્થીની માલવી પરમાર દ્વારા ઈશ્વર ક્યાં ખૂબ જ નોખા વિચાર દ્વારા નૃત્યના નાટીકા પ્રસ્તુત કરવામાં આવી. પાત્ર તરીકે રાધા ગઢવી અને માનસી ઠક્કર નો અભિનય સરાહનીય રહ્યો. જેમાં પ્રકાશ સંયોજન વિષ્ણુ ચૌધરી નાટક વિભાગના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું.
પરીક્ષક તરીકે શ્રીમતી પૂર્વી શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સુરત મહાનગરપાલિકા ના સાંસ્કૃતિક વિભાગના સોનલબેન દેસાઈ તથા ડી આઈ ડી સુપર મોમ શ્રીમતી શ્રદ્ધા શાહ , શ્રી પંકજભાઈ કાપડિયા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શ્રી કિશોરભાઈ દેસાઈ, સાર્વજનિક યુનિવર્સિટીના ડોક્ટર કિરણ પંડ્યા અને આશિષ દેસાઈ તથા કોલેજના એલ.એ.સી મેમ્બર રોહિત ભાઇ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર સફળ કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપિકા ત્વિષા શુક્લા શાહ દ્વારા કરવામાં આવ્યું. પ્રેક્ષકોને અભિભૂત કરનારી નૃત્ય નાટિકા ની ભજવણી ખૂબ જ સફળ રહી તે બદલ કોલેજના અધ્યક્ષ શ્રી કેતનભાઇ દેસાઈ, પ્રિન્સિપાલ ડો. શિખા સામૈયા તથા સમગ્ર સ્કોપા કોલેજ આનંદની લાગણી અનુભવે છે.
 
Click Here...... For Photo Gallery